________________
૩૪૬
લવ યુ ડોટર
વિદેશ જવું છે, તમારે મોજમજા કરવી છે, બાળક તેમાં બાધક બનશે. પાંચ-દશ વર્ષ થોભી જાવ. હમણાં ગર્ભપાત કરાવી નાખો. એબોર્શન હવે કાયદાની દષ્ટિએ માન્ય છે. તેમાં કંઈ વાંધો આવતો નથી, તકલીફ થતી નથી. ઉપરથી રૂપિયા મળે છે. નોકરી કરતાં હો તો ચાલુ પગારે રજા મળે છે. એ..યને ઘેર સૂઈ, આરામ કરો, સરકારી પૈસે શીરો ખાઈ, તાજામાજા થઈને ફુલફટાક થઈને ફરી શકો છો. એક વાર ભૂલ કરી, તેવી બીજી વાર ન થવા દેજો, પરંતુ આ વખતે તો નિકાલ કરાવી જ નાખો ! તેમ છતાં ધર્મભીરુ ભારતીય સ્ત્રી હજારો વર્ષના સંસ્કારોના બળે ગર્ભપાતનું પાપ કરતાં ખચકાય ત્યારે તેને સમજાવવામાં આવે છે કે ‘હજુ તો શરૂઆત જ છે. તેમાં હજુ જીવ નથી. એ તો માંસનો લોચો જ હોય છે. તેને કાઢી નાખવામાં કશું પાપ જેવું નથી, ખાસ દર્દ થતું નથી. અઠવાડિયામાં ઊભાં થઈ જશો. કોઈને ખબરે નહીં પડે.
-
અને ભોળી સ્ત્રીઓ આ પ્રચારજાળમાં ભરમાઈ જાય છે. તેમને ખબર નથી કે ત્રીજે મહિને તો બાળક પેટમાં ફરકવા માંડે છે અને જીવ તો ગર્ભાધાન વખતે જ તેમાં દાખલ થઈ જાય છે. મૈથુન વખતે જ પુરુષવીર્યના શુક્રાણુ અને સ્ત્રીબીજના મિલન વખતથી જ જીવન ધબકતું હોય છે. જીવ જ જીવને જન્મ આપી શકે. મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે. વસ્તી ઘટાડવા માટેની આ નીચ અને ખૂની ચાલ છે. જેમાં જીવનનો ઇન્કાર કરવા માટે જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે, એ જુઠ્ઠાણાની જનક સ્વયં સ૨કા૨ છે, દરેકને કામ, રોજી-રોટી આપવાને અશક્ત એવી સરકાર જુઠ્ઠા પ્રચાર દ્વારા માનવીનાં કતલખાનાં ચલાવે, એ દેશમાં દુષ્કાળ પડે, ધરતીકંપો થાય, આગ લાગે, મોંઘવારી વધે, મનુષ્યો ચારિત્રભ્રષ્ટ થાય અને છેવટે યાદવાસ્થળીથી એ દેશનું સત્યાનાશ નીકળી જાય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ?
જન્મ વિના ડૅવલપમેંટ
ગર્ભમાં જીવનું અસ્તિત્વ શરૂઆતથી જ હોય છે સંભવિત જ નથી.
=
• કાયદો અને કુદરતી ન્યાય ઃ સ૨કા૨ી અને ખાનગી દવાખાનાઓનાં લફરાક બારણાંઓ પાછળ આવાં માનવ-કતલખાનાં કાયદાને આધારે આજે ચાલી રહ્યાં છે. ડૉક્ટરો, મદદનીશ, નર્સો, સ્વીપરો, મોટીવેટરો અને સંતતિ નિયમન વિભાગના કર્મચારીઓ પોતાના વળતર માટે, ભૌતિક સમૃદ્ધિની ભૂખ ભાગવા માટે વધુને વધુ મહિલાઓને ગર્ભપાત કરાવવા આ કતલખાનાઓમાં હારબંધ લાવી રહ્યા છે. આરોગ્ય મંત્રી જે આંકડા બોલ્યા છે તે તો દવાખાનાઓના છે. અંધારી ગલીઓમાં સુયાણીઓ અને ઊંટવૈદ્યોના હાથે જે ભ્રૂણહત્યા અને સાથેસાથે સગર્ભા માતોનાં છાને ખૂણે મોત થતાં હશે તેના આંકડા તો કોઈને કદી મળે તેમ નથી.