________________
૩૩૨
લવ યુ ડોટર હિંસાના ભોગ બન્યા હતાં. દહેજ ધારા અને ઘરેલું હિંસા ધારાનો દુરુપયોગ કરીને સંખ્યાબંધ સ્ત્રીઓ પુરુષને હેરાન કરે છે. સેવ ઇન્ડિયા ફેમિલી ફાઉન્ડેશનના કાઉન્સેલર જણાવે છે કે તેમની સંસ્થા પર ઘરેલું હિંસાનો ભોગ બનેલા પુરુષોના વાર્ષિક એક લાખ ફોન આવે છે.
એક સંસ્થા છે – સ્વાચેતન. દર વર્ષે પત્નીની સતામણીનો ભોગ બનેલા ૩૫૦ પુરુષોનું તેઓ કાઉન્સેલિંગ કરે છે. તેમાં કેટલાક કિસ્સાઓમાં પત્નીઓ તેમના પતિઓને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડતી હોય એવું જોવા મળ્યું છે.
સુપ્રીમ કોર્ટના એક ધારાશાસ્ત્રી છે. આર.પી.ચગ. એમની એક સંસ્થા છે - ક્રાઇમ અગેઇન્સ્ટ મેન. આ સંસ્થામાં પત્નીપીડિત ૪૦,૦૦૦ પુરુષ સભ્યો છે. આ સંસ્થા જણાવે છે કે આર્થિક ગરજ વિનાની સ્ત્રી કોઈ વાતે પતિ કે પરિવારજનોની પરવા કરતી નથી.