________________
MIS-UNDERSTANDING
૩૩૫
વાત
સ્ત્રીઓ પર દોષારોપણ કરવાની નથી.
પણ
માત્ર ખોટી ગેરસમજોને કારણે પરંપરાગત મૂલ્યોની અવગણના કરીને પતિને નકારાત્મક દૃષ્ટિથી જ જોઇને પારિવારિક સુખો પર કાયમી પૂર્ણવિરામ ન મુકાઈ જાય, તેની વાત છે. ગુનેગાર કોણ? પુરુષ કે સ્ત્રી? આના જવાબમાં હું તો એક જ વાત કહીશ, કે દોષો ગુનેગાર છે. દોષોને કારણે જ બધી ઉપાધિઓ થાય છે. જો દરેક માણસ પ્રામાણિકપણે ગુણોને મેળવવાનો પ્રયત્ન કરવા લાગે તો પછી આ ધરતી જ સ્વર્ગ બની જાય. Try for it my dear, wish you all the best.