________________
૩૩૩
MIS-UNDERSTANDING પત્નીઓ જે જુલમ કરે છે, તેનું મોટું કારણ પૈસા છે. પત્નીની વસ્ત્ર અને આભૂષણની માંગ પતિ પૂરી ન કરી શકે એટલે ઝગડો થાય છે. પત્નીની ઇચ્છા એવી હોય છે કે પતિ એમના માતા-પિતા કે ભાઈ-બહેનોને આર્થિક સહાય ન કરે. આવી અનુચિત ઇચ્છા પણ ઘણી વાર અત્યાચારમાં પરિણમે છે. મારી વ્હાલી. હવે તું જ કહે, પુરુષ સ્ત્રી પર અત્યાચાર કરે છે આવી એકાંગી માન્યતા એ ગેરસમજ નહીં તો બીજું શું છે?
છગન એકવાર ક્રિકેટરનો ડ્રેસ પહેરીને કોઈ સ્ટેડિયમ પર પહોંચી ગયો. ત્યાંના લોકોને ગેરસમજ થઈ. એમણે છગનને બેટિંગ કરવા આપી. સામે ફાસ્ટ બોલર હતો. લાંબો રન-અપ લઈને એણે ગજબનાક બોલિંગ કરી. છગન જેવો બેટ્સમેન હતો એવી એણે બેટિંગ કરી. બોલ સજ્જડ રીતે