________________
PARENTING
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
બધી વાત કરી.
મહંમદ બેગડાએ આબાજાનને બોલાવ્યો.
સરાઈને પણ બોલાવી.
ભરસભામાં એને ઝેરનો પ્યાલો પી જવાની સજા ફરમાવી.
સરાઈએ પોતાના હાથે એને ઝેરનો પ્યાલો પીવડાવવો
એવો આદેશ કર્યો.
કારણ કે ખોટા લાડ કરીને દીકરાને
એણે જ બગાડી દીધો હતો.
બેટા,
દીકરો રૂપિયામાં આળોટે
એવા સપનાં જોનારા મા-બાપોને ખબર નથી,
કે જાપાનમાં નાની ઉંમરે
શ્રીમંત થઈ જનારા સંતાનોને
તેમના મા-બાપ હવે જોવા ય ગમતા નથી.
નાની નાની વાતે તેઓ મા-બાપનું અપમાન કરે છે.
આ સ્થિતિમાં મા-બાપને સખત આઘાત લાગે છે જેના પરિણામે
આજે જાપાનમાં મોટી સંખ્યામાં
હારાકીરી (આપઘાત) કરવામાં આવે છે. મારી વ્હાલી,
અતિ લાડ અને અતિ ધાક બંને ખરાબ છે.
ધરાઈને સ્નેહ ન મળે તો દીકરી ભાગી જાય છે
અને દીકરો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી જાય છે. કુંભાર જ્યારે માટલું બનાવે
ત્યારે ઉપરથી ચોટ લગાડે છે
૩૧૭