________________
૩૨૦
લવ યુ ડોટર કે એ બાળકના શારીરિક અને માનસિક આરોગ્યને ધક્કો પહોંચાડી રહી છે આજે ખબર નહીં પડે પણ જ્યારે દીકરાને પચ્ચીસ વર્ષે B.P. Problem થશે. ત્રીશ વર્ષે ડાયાબિટિશ થશે. પાંત્રીશ વર્ષે Cheast pain થશે. અને બેતાલીશ વર્ષે એક જ એટેકમાં ભુક્કો બોલાઈ જશે. ત્યારે એ બધી રેસિપીઓની original cost ચૂકવવી પડશે. આ ચૂકવણી ફક્ત દીકરાએ નહીં, આખા ઘરે કરવી પડશે.
બેટા,
બાળપણમાં પડેલી ખોટી ટેવો આખા જીવનને ખેદાન મેદાન કરી મુકતી હોય છે. માતા-પિતા તરફથી સંતાનોને સંપત્તિ કે સગવડો ન મળે તો હજી કદાચ ચાલે, પણ સગુણો ન મળે એ તો હરગીઝ ન ચાલે. સંકલ્પશક્તિ, નિર્ણયશક્તિ, વિચારશક્તિ, શાંતતા, સહનશીલતા, ઉદારતા, વિનય, વિવેક, સંતોષ, સરળતા,