________________
૩૧૮
લવ યુ ડોટર ને એ ચોટથી માટલું તૂટી ન જાય એ માટે અંદર હાથ રાખે છે. ઘડતરનું આ સાયન્સ દરેક પેરન્ટ્સને આવડતું હોવું જોઈએ.
કેટલીક વાર પેરન્ટ્સ પોતાના બીજા કારણોના ગુસ્સાને બાળકો પર ઠાલવતા હોય છે. જેમાં તેમને અસભ્ય શબ્દો સંભળાવવાથી માંડીને તેમની મારપીટ સુદ્ધા કરવામાં આવે છે. Because they are soft target. આપણી સંસ્કૃતિમાં આને ખૂબ જ અધમ કૃત્ય ગણવામાં આવ્યું છે. જે જે soft હોય એમને તો વિશેષ વાત્સલ્ય આપવાનું હોય, એમની તો વિશેષ સેવા કરવાની હોય, એની બદલે એમની Softnessનો misuse કરવો એ તો ખૂબ જ શરમજનક કામ છે. હિતશિક્ષા છત્રીશીમાં કહ્યું છે - બાર વરસ બાળક સુરપડિમા, એ બે સરિખા કહીએ જી, ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહીએ જી. બાર વર્ષ સુધીની ઉંમરનું બાળક અને દેવની પ્રતિમા એ બંનેને સમાન ગણવા. જે એની સેવા કરે તેને સુખ સમૃદ્ધિ મળે છે