________________
FAMILY
૨૧૯
સાસુ-સસરા-નણંદ-દેરાણી-જેઠાણી આ બધાની વચ્ચે રહેલી નારી સામે કોઈ આંખ ઉઠાવીને જોતા પણ વિચાર કરે એ સહજ છે. આ સ્થિતિમાં નારી પોતે પણ નિશ્ચિત રહે છે. એનું મન શાંત અને પ્રસન્ન રહે છે. પરિણામે નવા રોગોથી ય મુક્તિ મળે છે. ઘરમાં તનાવ છવાતો નથી અને સ્વસ્થ નારી દ્વારા સ્વસ્થ પરિવાર કિલ્લોલ કરે છે. જુવાનીના જોશમાં જ્યારે પતિ - પત્નીનું પરસ્પર ઘર્ષણ થાય. પત્ની કે બાળકોની મારપીટ જેવો પ્રસંગ બને
ત્યારે સાસુ-સસરા સત્તાવાહી રીતે એ જોશને શાંત કરી દેતા હોય છે. આવેશ ઓસરી જાય પછી તો બધાં શાંત પડી જતા હોય છે અને પસ્તાતા હોય છે. પણ પછી પસ્તાવાનો શું અર્થ ? સાર્થક તો પહેલાથી જ શાંતિ હોય તે છે. અને તે સંયુક્ત પરિવારમાં જ શક્ય બને તેમ છે.
સુરતનો એક પરિવાર પતિ જમવા બેઠો છે. પત્ની પીરસી રહી છે. એક કોળિયો લેતાની સાથે પતિ તાડૂક્યો. “દાળમાં મીઠું જ નથી. અમે આટલી મહેનત કરીને કમાઇએ, ને તમે સરખા દાળ-ભાત પણ જમાડી શકતા નથી ?”