________________
૨૬૬
લવ યુ ડોટર प्रेम वहां दुविधा नहीं रे... મારી વહાલી, જે નારી છૂટાછેડા લેતી હોય છે. એના હકીકતમાં લગ્ન જ થયા હોતા નથી. ફોરેનમાં આજે પણ એવા મેરેજ થાય છે, જેમાં મેરેજ પહેલાં એવા લેખિત કરાર કરવામાં આવે છે. કે “જો છૂટાછેડા થાય તો પતિએ પત્નીને આટલા ડૉલર્સ આપવા.” હસવું આવે છે ને બેટા? શું કહીશ તું આવા લગ્નને ? કેવો હશે એમાં પતિ-પત્નીનો પરસ્પરનો પ્રેમ ? કેવો હશે એમનો ઘર-સંસાર ? કેવા હશે એમના સંતાનો? I mean સનાથ કે અનાથ ?
ગામડાની ગલીમાંથી એક જ્યોતિષી પસાર થઈ રહ્યા છે. એક ઘરમાં એમની નજર પડી. ગરીબાઈ છે. ભાંગ્યું ઝૂંપડું છે. પતિ માંદલો છે. ખાટલે પડ્યો પડ્યો ખાંસી ખાઈ રહ્યો છે. પત્ની કંઈક ઘરકામ કરી રહી છે. જ્યોતિષીએ કહ્યું,