________________
WIFEHOOD
‘લાવ બુન, તારો હાથ જોઇ દઉં.'
નીચી નજરે એ નારીએ જવાબ આપ્યો.
“હાથ જોવો હોય તો એમનો જોઈ દો.’
જ્યોતિષીના મનમાં જે ઘોળાતું હતું.
એ હોઠે આવી ગયું...
“એનું ભવિષ્ય તો એનો દેદાર જ કહે છે,
તારો હાથ લાવ,
તારું ભાવિ જોઈ દઉં.’
એ સ્ત્રીએ વળતી જ પળે જવાબ આપ્યો, “જે સમયે
અમારો હસ્તમેળાપ થયો હતો ને ? એ જ સમયે
મારા હાથની બધી જ રેખાઓ
એમની રેખાઓમાં ભળી ગઈ હતી.
હવે તો જે એમનું ભવિષ્ય એ જ મારું ભવિષ્ય.
જોવો હોય તો એમનો હાથ જુઓ.
મારો હાથ જોવાનો કોઈ જ અર્થ નથી.’’
This is India my daughter,
This is the cause
why I love India so much.
ભારતને મરણતોલ ફટકાઓ ઘણાં પડી રહ્યા છે,
પણ છતાં Still it's living.
બધે નહીં તો ઘણી જગ્યાએ.
મારી વહાલી,
એક સ્ત્રીનો એક્સીડેન્ટ થઈ ગયો.
૨૬૭