________________
૩૧૦
લવ યુ ડોટર
Number 2
તેમણે સંતાનોના સંસ્કરણ માટે
પૂરતો સમય આપવો જોઈએ.
આજે માતા-પિતા
પોતાના યૌવનના સમયમાં
સુખ-ભોગમાં અને પૈસા કમાવવામાં વ્યસ્ત હોવાથી
સંતાનોને સમય આપી શકતા નથી.
પરિણામે
જ્યારે ઢળતી ઉંમરે
તેમને સંતાનોની જરૂર અનુભવાય,
ત્યારે સંતાનો તેમના હાથમાંથી
નીકળી ગયા હોય છે.
એમના સંતાનોની પણ આ જ કથા હશે.
ફક્ત થોડી વધુ કરુણ.
આ એક વિષચક્ર છે બેટા,
આપણે ઇચ્છીએ
તો એને તોડી શકીએ છીએ.
આપણે ત્યાં
એક ગીત Famous છે.
ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એમના એહ વિસરશો નહીં. બે દિવસ પહેલાં
એના જેવું એક બીજું ગીત મારા જોવામાં આવ્યું હતું. ભૂલો ભલે બીજું બધું સંતાનોને ભૂલશો નહીં, અગણિત છે ફ૨જો આપણી એ કદી વિસરશો નહીં. જે મા-બાપ