________________
૩૦૪
લવ યુ ડોટર અને આ પરમ કર્તવ્યને છોડીને નારી બીજાનો Role ભજવવા જાય, તો જ એણે કાંઈક કર્યું કહેવાય ? આંધળે બેરું કૂટાય એ આનું નામ. બીજાનો Role કરવા જવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો કે આડઅસરો ભોગવવી જ પડતી હોય છે. એક નારી જ્યારે 50ની Speed પર Bike ચલાવીને ક્યાંક પહોંચી જાય છે. ત્યારે એનું Balance બરાબર રહ્યું, એણે Turns બરાબર લીધાં, એણે કોઈને અડફેટમાં ન લીધાં, એનો Accident ન થયો, એ પડી ન ગઈ, આટલું થયું એનો અર્થ એ નથી કે એ બરાબર પહોંચી ગઈ. બરાબર પહોંચી ગઈ એવું ત્યારે કહી શકાય. જ્યારે એને કોઈ જ નુકશાન ન થાય. એ રીતે એ પહોંચી ગઈ હોય. પણ હકીકત એવી નથી. રસ્તા પરથી આ રીતે સડસડાટ