________________
EQUALITY
૩૦૩
કોઈ પુરુષને બંગડી પહેરાવવામાં આવે તો એ જેમ એનું અપમાન કર્યું ગણાય, એમ જો સ્ત્રીને પણ પુરુષ યોગ્ય વસ્તુ કે કાર્ય આપવામાં તેનું અપમાન કર્યું ગણાય તો જ ખરા અર્થમાં સમાનતા આવી કહેવાય.
સ્ત્રી હોય કે પુરુષ દરેકની પોતપોતાની ભૂમિકા છે. પુરુષની જેમ બાઈક ચલાવીને ઑફિસે જઈને રૂપિયા રળી લાવે એ સ્ત્રી મહાન આવી અવધારણા Indirectly પુરુષને જ મહાન ચિતરી રહી છે. આજે જયારે કોઈ નારીને પ્રશ્ન કરવામાં આવે, કે “તમે શું કરો છો ?” ત્યારે એ નારી પ્રશ્નકારના આશયને બરાબર સમજે છે કે એમનો પ્રશ્ન વ્યવસાયિક દિશાનો છે. અને જો એ નારી કોઈ વ્યવસાય નહીં કરતી હોય. તો એ થોડી નાનમ સાથે જવાબ આપશે – “કાંઈ નહીં.” તો શું હકીકતમાં એ નારી કાંઈ નથી કરતી ? પરિવારમાં એનું મહાન યોગદાન નથી? સંતાનોનું સાત્ત્વિક ઘડતર કરવું એ સર્વોચ્ચ રાષ્ટ્રસેવા નથી?