________________
૩૦૨
લવ યુ ડોટર આ પરિભાષામાં જ એવો છૂપો સ્વીકાર છે કે પુરુષ એ સ્ત્રી કરતા મહાન છે. Can you understand my dear ? તો સમાનતા માટે જેમ જેમ પ્રયાસો કરવામાં આવે તેમ તેમ વાત પાછી ત્યાં જ આવીને ઊભી રહે છે. ખરું તત્ત્વ તો એ જ છે કે જુદા જુદા ગુણધર્મો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે સમાન કાર્યક્ષેત્ર અને સમાન જીવનશૈલીનો આગ્રહ એ જ બહુ મોટી ભૂલ છે. ક્યારેક આવી સમકક્ષ થવાની સ્પર્ધા અપ્રાકૃતિક ધોરણે હલકાઈની હરિફાઈ બની જાય છે. આજે હજારો કોલેજ કન્યાઓ પોતાને છોકરાની સમકક્ષ દેખાડવા માટે ધૂમ્રપાન અને મદ્યપાન સુધીની નીચી ભૂમિકાએ પહોંચી ગઈ છે. પુરુષવેષ' પહેરવાનો રોગ આજે ખૂબ જ વ્યાપક બનતો જાય છે. તેના મૂળમાં પણ આ જ વાયરસ કામ કરે છે. સમકક્ષતાના ભ્રમનું આ પુષ્ટિકરણ છે. હકીકતમાં કોઈ પુરુષ સ્ત્રીનો વેશ પહેરે એના જેવું આ અજુગતું છે.
બેટા,