________________
૩૦૦
લવ યુ ડોટર
સમાનતા.
સમોવડિયાપણું.
સમકક્ષતા.
જ્યારે આ શબ્દોને
સ્ત્રી-પુરુષની તુલનામાં પ્રયોજવામાં આવે, ત્યારે આ શબ્દો
ખૂબ જટિલ બની જાય છે.
જટિલ એટલા માટે
કે આ શબ્દોની ઉપરછલ્લી આકર્ષકતા
ભલભલા માણસોને ભૂલાવામાં નાખી દે છે.
My dear,
Most of girls of your age
have a same question -
ભાઈ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી ઘરે ન આવે,
તો ય એને મમ્મી-પપ્પા કાંઈ કહેતા નથી.
અને મને
ફક્ત સાડા આઠ-નવ થઈ જાય
તો ય કહેવામાં કાંઈ બાકી રાખતા નથી.
આવો પક્ષપાત શા માટે ?
અમારા બંને માટે સમાન નિયમ કેમ નહીં ?
Here is your answer my daughter, સમાન નિયમ
ત્યારે લાગુ કરી શકાય.
જ્યારે બે વ્યક્તિ સમાન હોય.
ઊંટ અને માછલી
―
આ બંને વ્યક્તિ અલગ છે.