SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ EQUALITY ૩૦૩ કોઈ પુરુષને બંગડી પહેરાવવામાં આવે તો એ જેમ એનું અપમાન કર્યું ગણાય, એમ જો સ્ત્રીને પણ પુરુષ યોગ્ય વસ્તુ કે કાર્ય આપવામાં તેનું અપમાન કર્યું ગણાય તો જ ખરા અર્થમાં સમાનતા આવી કહેવાય. સ્ત્રી હોય કે પુરુષ દરેકની પોતપોતાની ભૂમિકા છે. પુરુષની જેમ બાઈક ચલાવીને ઑફિસે જઈને રૂપિયા રળી લાવે એ સ્ત્રી મહાન આવી અવધારણા Indirectly પુરુષને જ મહાન ચિતરી રહી છે. આજે જયારે કોઈ નારીને પ્રશ્ન કરવામાં આવે, કે “તમે શું કરો છો ?” ત્યારે એ નારી પ્રશ્નકારના આશયને બરાબર સમજે છે કે એમનો પ્રશ્ન વ્યવસાયિક દિશાનો છે. અને જો એ નારી કોઈ વ્યવસાય નહીં કરતી હોય. તો એ થોડી નાનમ સાથે જવાબ આપશે – “કાંઈ નહીં.” તો શું હકીકતમાં એ નારી કાંઈ નથી કરતી ? પરિવારમાં એનું મહાન યોગદાન નથી? સંતાનોનું સાત્ત્વિક ઘડતર કરવું એ સર્વોચ્ચ રાષ્ટ્રસેવા નથી?
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy