________________
WIFEHOOD
૨૭૯
સુવર્ણમૃગની કથા હંમેશા દર્દનાક રહી છે, એને પામવા જતાં લક્ષ્મણરેખા ઓળંગવી પડે છે. અને જીવનમાંથી સુખ અને આનંદ ગુમાવવા પડે છે. પૈસા અને પૈસાથી મળતી સગવડો પાછળ દોડવું એ ખૂબ જોખમ ભરેલું છે. સગવડો જેમ જેમ આદત બને તેમ તેમ માણસ મશીન બનતો જાય છે. વધુ-ની એ ઝંખના એને એકલતામાં લઈ જાય છે. Western countriesમાં આ જ કારણથી લોકો ડિપ્રેશનના અને ડ્રગ્સના ગુલામ બની ગયા છે. My dear, સગવડ આપતી એ બધી જ વસ્તુઓ વિના પણ ચાલશે. પૈસા નહીં હોય તો ય ચાલશે. પણ લાગણી વિના, હૂંફ વિના અને પરિવારના પ્રેમ વિના તો નહીં જ ચાલે. હકીકત જયારે આ જ છે ત્યારે હક અને અધિકાર માટે લડવાની વાત સંપત્તિ કે સાધનો માટે કંકાસ કરવાની વાત સાવ જ વાહિયાત બની જાય છે. ભારતીય નારીનું સમગ્ર પત્નીત્વ આ એક જ વાક્યમાં સમાઈ ગયું છે. कुलाड्गनानां पतिरेव देव : ।