________________
૨૮૦
લવ યુ ડોટર
ખાનદાન નારીઓ માટે તો એમના પતિ એ જ દેવ છે.
બેટા, આજ પણ આપણે ત્યાં આ wifehood એકદમ practical અને Active છે. વિકૃતિઓની ઝપટમાં આવી ગયેલાઓને બાદ કરીએ, તો આજે પણ આ દેશની નારીઓ પતિને “તું” કહીને બોલાવતી નથી. પતિ જરા દૂર હોય અને એમનું ધ્યાન દોરવાની જરૂર હોય તો એ નારી એમના સંતાનના નામે બૂમ મારશે, અને જે વાત કહેવાની હોય એ કરી લેશે. Point બહુ જ નાનો છે. પણ એમાં ભારતીય સફળ લગ્નજીવનના હિમાલય જેટલા રહસ્યો સમાયેલા છે. નારી આમાં નારી જ રહે છે. પુરુષ આમાં પુરુષ જ રહે છે. અને પરિણામે એક પ્રસન્ન દાંપત્યને ખીલવાનો અવસર પ્રાપ્ત થઈ જાય છે. મારી વ્હાલી, ઘણાનો પ્રશ્ન એ હોય છે.