________________
FREEDOM
૨૯૫
न स्त्रीः स्वातन्त्र्यमर्हति । વાસ્તવિકતા સૂરજ જેવી સ્પષ્ટ છે. ટનબંધ ધૂળ ઉડાડી દો
તો ય
સૂરજ એ સૂરજ જ છે. વાસ્તવિકતા એ વાસ્તવિકતા જ છે. Western culture ના અંધ-અનુસરણમાં આ વાસ્તવિકતાની ઉપેક્ષા કરવી એ પોતાની જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું છે.
બેટા,
કૂતરાને મારતા પહેલા એને હડકાયો જાહેર કરવો પડે છે. એ રીતે ભારતીય મૂળભૂત સંસ્કૃતિને ખતમ કરવા માટે એના એવા દોષોના ઢંઢેરો પીટાયા જે હકીકતમાં એમાં હતા જ નહીં. ભારતીય સંસ્કૃતિએ નારીને જે ખરા અર્થનું ગૌરવ આપ્યું છે, એક સુરક્ષાસભર જીવન જીવવાની જે વ્યવસ્થા આપી છે, એની આખી દુનિયામાં જોડ મળે તેમ નથી. મારી વહાલી, જો આપણી પરંપરા નારીને થોડી પણ તિરસ્કારદૃષ્ટિથી કે હીનદૃષ્ટિથી જોતી હોત