________________
૨૯૬
લવ યુ ડોટર
તો નારી માટે જે જબરદસ્ત ગૌરવપ્રદ વિધાનો
આપણી પરંપરામાં જોવા મળે છે,
તે ન જ મળતા હોત.
પરંપરાના વિરોધક તત્ત્વોને ખબર નહીં હોય.
કે આ જ મનુસ્મૃતિએ
નારી-સમ્માનની કેવી ઉદાત્ત ગરિમા દાખવી છે !
જેમ કે
यत्र नार्यस्तु पूज्यन्ते
रमन्ते तत्र देवता: ।
यत्रैतास्तु न पूज्यन्ते
સસ્તિત્રાતા: યિા ॥ રૂ-૬॥
शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् । न शोचन्ति तु यत्रैता
વતે તદ્ધિ સર્વના ॥ રૂ-૧૭ ॥
जामयो यानि गेहानि शपन्त्यप्रतिपूजिताः । तानि कृत्याहतानीव
વિનશ્યન્તિ સમન્તતઃ ॥ રૂ-૧ ॥
तस्मादेताः सदा पूज्या भूषणाच्छादनाशनैः ।
भूतिकामैर्नरैर्नित्यं, સારેપૂત્સવેષુ ચ ॥ રૂ-૧ ॥
જ્યાં નારીનું સમ્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે.
જ્યાં નારીનું સમ્માન નથી થતું ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ થાય છે.
જ્યાં કન્યાઓ શોક કરે છે
તે કુળ જલ્દીથી વિનાશ પામે છે.
જ્યાં કન્યાઓ શોક નથી કરતી
તે કુળ હંમેશા વૃદ્ધિ પામે છે.
જે ઘરમાં કન્યાનું સમ્માન નથી થતું. તેથી કન્યાઓ જે ઘરને શાપ આપે છે. તે ઘરને
જાણે રાક્ષસી ભરખી ગઈ હોય, તેમ તે ઘર બધી રીતે નાશ પામે છે.
માટે જે મનુષ્યોને સમૃદ્ધિની ઇચ્છા હોય, તેમણે સત્કારોમાં અને ઉત્સવોમાં આભૂષણ, વસ્ત્ર અને ભોજન આપવા દ્વારા હંમેશા નારીનું સમ્માન કરવું જોઈએ.