________________
૨૮૪
લવ યુ ડોટર
બંને બાજુની ‘પતિ’ની વિભાવનામાં આસમાન-જમીનનો ફરક છે.
એક બાજુ રમખાણો સુધીની કરુણતા છે
અને
બીજી બાજુ પ્રસન્ન અને મધુર દાંપત્ય છે.
બેટા,
નારીએ નારી બનીને
કશું જ ગુમાવવાનું નથી.
બલ્કે જીતી જવાનું છે.
સીતાજીના સમર્પણે એમની શ્રીરામ કરતાં પણ
વધુ પૂજનીય બનાવી દીધાં એ આપણે સહુ જોઈ જ રહ્યા છીએ.
‘સીતા-રામ’ - આ રીતે
ભગવાનની ય આગળ એમનું નામ આવી ગયું
એમાં Reason આ જ હતું.
Perfect wifehood.
બેટા,
આ Subjectની એક છેલ્લી વાત.
પતિ જ્યારે બહારગામ હોય
ત્યારે પત્નીએ અમુક વસ્તુઓ ન કરવી જોઈએ.
જેમ કે
યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે
क्रीडां शरीरसंस्कारं, समाजोत्सवदर्शनम् ।
હાસ્ય પવૃદ્ધે યાનં, ત્યનેત્ પ્રોષિતમતૃા ॥ -૪ ॥ રમત-ગમત, શરીરનું સમારકામ (મેક-અપ વગેરે), સમાજના ઉત્સવોનું દર્શન,
હાસ્ય, બીજાના ઘરે જવું,