________________
WIFEHOOD
કે પ્રતિષ્ઠા પાછળ આવે છે કે નહીં.’’
શિષ્યને પોતાની ભૂલ સમજાઈ
કે હકીકતમાં
એ પ્રતિષ્ઠાથી દૂર ભાગ્યો જ ન હતો.
એને પ્રતિષ્ઠા ન મળી
એનાથી ગુરુની વાત અક્ષરશ : સાચી જ પડી હતી.
મારી વ્હાલી
સોદા અને બદલાની દુર્ગંધ
આપણા સ્વાર્પણ અને સમર્પણને ખરડી ન નાંખે
એ ખૂબ જ જરૂરી છે.
સામી વ્યક્તિ આપણો ગેરલાભ ન ઉઠાવી જાય,
એ વધુ ન કમાઈ જાય,
આપણને નુકશાન ન થઈ જાય,
એ માટે સોદો કરવામાં આવતો હોય છે.
પણ
જ્યારે સામી વ્યક્તિ પણ આપણે પોતે જ હોઈએ
ત્યારે શું ?
અભેદમાં કશું ગુમાવવાનું નથી બેટા,
આમાં તો
તમે જેટલા લૂંટાઓ
એટલી જ કમાણી છે.
આજની નારીને સાયન્સમાં એડમિશન લેવાની
જેટલી જરૂર છે
એના કરતાં લાખ ગણી જરૂર
આ અભેદ-સાયન્સ સમજવાની છે.
૨૭૭