________________
૨૭૬
લવ યુ ડોટર આજે પણ આપણા દેશમાં ઠેર ઠેર આવા ઉદાહરણો જોવા મળે છે જ.
જે પત્ની એવું વિચારે કે હું તો સમર્પણ કરી દઉં, પણ પછી મને એનો બદલો નહીં મળે તો ? એ ખરા અર્થમાં પત્ની જ નથી. પત્નીનો અર્થ જ સમર્પણ છે.
જ્યાં બદલાની થોડી પણ આશા હોય ત્યાં સમર્પણ નથી, સોદો છે.
શિષ્ય ગુરુ પાસે એક પ્રશ્ન લઈને આવે છે - “આપે તો કહ્યું હતું, કે જે પ્રતિષ્ઠાનો ત્યાગ કરે – એનાથી દૂર ભાગે એની પાછળ પ્રતિષ્ઠા દોડતી આવે. હું ૨૫ વર્ષથી પ્રતિષ્ઠાથી દૂર ભાગું છું. પણ હજી સુધી મને પ્રતિષ્ઠા મળી નથી. આવું કેમ થયું?” ગુરુ સ્મિત કરીને શિષ્યની સામે જોઈ રહ્યા. અને પ્રેમપૂર્વક બોલ્યા,
“વત્સ,
તું પ્રતિષ્ઠાથી દૂર ભાગે છે એ વાત સાચી. પણ તારી નજર હંમેશા એ જોવામાં લાગી હોય છે