________________
WIFEHOOD
૨૭૫
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી. એક વાર પત્રકારોએ એમનો ઇન્ટરવ્યુ લીધો. એમાં એક પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે તમે તમારી કારકિર્દીનો યશ કોને આપો છો?' શાસ્ત્રીજીએ જવાબ આપ્યો – ‘મારી પત્ની લલિતાને.” તને કદાચ ખ્યાલ નહીં હોય બેટા, લલિતાદેવી કદી શાસ્ત્રીજીની ઑફિસમાં ન'તા આવતા. કદી ચૂંટણી પ્રચાર ન'તા કરતાં. શાસ્ત્રીજી ચાહત તો એમને કોઈ મંત્રીનું પદ અપાવી શકત પણ તેમણે તેવું ય ન'તું કર્યું. લલિતાદેવી નિરક્ષર હતાં. એમને ગામઠી હિંદી જ આવડતું હતું. આમ છતાં સ્વતંત્ર ભારતના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રીએ પોતાનો સંપૂર્ણ યશ એમને આપી દીધો હતો. કારણ કે નિરક્ષર કહેવાતી એ મહિલાએ આદર્શ પત્નીની ભૂમિકાને શ્રેષ્ઠ રીતે અદા કરીને એમને પારિવારિક જવાબદારીઓથી મુક્ત કરી દીધા હતાં. પત્નીએ પોતાનું જે હતું એ પતિને સમર્પિત કરી દીધું. પતિએ પોતાનું જે હતું એ પત્નીને સમર્પિત કરી દીધું.