SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ WIFEHOOD કે પ્રતિષ્ઠા પાછળ આવે છે કે નહીં.’’ શિષ્યને પોતાની ભૂલ સમજાઈ કે હકીકતમાં એ પ્રતિષ્ઠાથી દૂર ભાગ્યો જ ન હતો. એને પ્રતિષ્ઠા ન મળી એનાથી ગુરુની વાત અક્ષરશ : સાચી જ પડી હતી. મારી વ્હાલી સોદા અને બદલાની દુર્ગંધ આપણા સ્વાર્પણ અને સમર્પણને ખરડી ન નાંખે એ ખૂબ જ જરૂરી છે. સામી વ્યક્તિ આપણો ગેરલાભ ન ઉઠાવી જાય, એ વધુ ન કમાઈ જાય, આપણને નુકશાન ન થઈ જાય, એ માટે સોદો કરવામાં આવતો હોય છે. પણ જ્યારે સામી વ્યક્તિ પણ આપણે પોતે જ હોઈએ ત્યારે શું ? અભેદમાં કશું ગુમાવવાનું નથી બેટા, આમાં તો તમે જેટલા લૂંટાઓ એટલી જ કમાણી છે. આજની નારીને સાયન્સમાં એડમિશન લેવાની જેટલી જરૂર છે એના કરતાં લાખ ગણી જરૂર આ અભેદ-સાયન્સ સમજવાની છે. ૨૭૭
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy