________________
૨૦૮
લવ યુ ડોટર
કારણ કે
આને સમજ્યા વિના એનું જીવન સુખી થાય
એવી કોઈ જ શક્યતા નથી.
છગનની પત્નીએ એક વાર છગન ઉપર કેસ કર્યો.
પત્નીની ધારદાર દલીલોએ
કોર્ટમાં છગનના છોતરાં ઉડાવી દીધાં.
છગનની હાર થઈ.
જજે છગનને ઑર્ડર કર્યો,
‘તમારે તમારો અડધો પગાર
તમારી પત્નીને આપવો પડશે.'
આ સાંભળીને છગન તો ખુશખુશાલ થઈને
નાચવા જ લાગ્યો.
લોકોએ એને કારણ પૂછ્યું
તો એ કહે,
‘હવે મને અડધો પગાર તો મળશે.
પહેલા તો પત્ની જ
પૂરો પગાર લઈ લેતી હતી.’
બેટા.
જીવનવનમાં માયાવી સુવર્ણમૃગ હોય છે. એક વાતનો હંમેશા ખ્યાલ રાખવો
કે આપણે જેને જીવનસાથી રૂપે ચાહીએ. એની અને આપણી વચ્ચે સુવર્ણ ન આવી જાય. સુવર્ણમૃગ તો વ્યર્થ ચળકાટ છે મારી વ્હાલી, એ મેળવવા જતાં
સાચું સુવર્ણ હાથમાંથી સરી જતું હોય છે.