________________
WIFEHOOD
મારી વ્હાલી,
અંગ્રેજોએ પોતાના શાસનકાળમાં
આપણા દેશને ખૂબ ખૂબ લૂંટ્યો.
એક ચોક્કસ સમયમર્યાદામાં
ફકત બંગાળમાંથી
તેમણે ૧૫,૦૦૦ અબજ પાઉન્ડ જેટલા મૂલ્યની
લૂંટ કરી હતી.
Imagine my daughter,
એમના કુલ શાસનકાળમાં
આખા દેશમાંથી એમણે કેટલી લૂંટ કરી હશે ! પણ બેટા,
હજી પણ જો આપણે આપણી સંસ્કૃતિને અને આપણા સંસ્કારોને સાચવી શકીએ,
તો આપણે કશું જ ગુમાવ્યું નથી.
આપણી ખરી સંપત્તિ તો આ જ છે.
We were talking about management draupadi.
દ્રૌપદીએ સત્યભામાને જે વાત કહી
એ માત્ર ‘વાત’ ન હતી.
દ્રૌપદીએ પોતાના જીવનમાં
એનું આચરણ કરીને બતાવેલું. મહાભારતની એક ઘટના છે.
વનવાસ દરમિયાન
અર્જુન ઇન્દ્ર પાસેથી શસ્ત્રવિદ્યા લેવા માટે પ્રસ્થાન કરે છે. એમને વિદાય આપતી વખતે દ્રૌપદી કહે છે -
“હે મહાબાહુ ધનંજય ! આપના જન્મ સમયે
માતા કુંતીએ આપની પાસેથી જે અપેક્ષાઓ રાખી હોય,
૨૭૧