________________
૨૪)
લવ યુ ડોટર બીજાના only plus points ઉપર જ દૃષ્ટિ. બીજાના points of view ને સમ્માન આપવાની તૈયારી My dear, this is the life art. જેને વાતે વાતે ઓછું આવી જતું હોય, જે પોતાના દુઃખના રોદણા રોવામાંથી જ ઊંચી આવતી ન હોય, જે પોતાના વખાણની લાંબી લાંબી વાતો કરતી હોય, સાચી-ખોટી વાતની બાબતમાં જે ખેંચતાણ પર ઉતરી આવતી હોય, જતું કરવું, ખમી ખાવું, નાના બનવું, બીજા માટે ઘસાવું આમાંથી કશું જેને ફાવતું ન હોય, સામાન્ય પરિસ્થિતિમાં પણ જેને ગૃહક્લેશનો મુદ્દો મળી રહેતો હોય, થોડું કામ કરીને પણ જેને મોટું કામ કર્યાની સભાનતા હોય, એવી સ્ત્રી પાસે ચાહે ગમે તેટલી ડિગ્રીઓના સર્ટિફિકેટ હોય, હકીકતમાં એને અભણ ગણવી જોઈએ. મારી વ્હાલી, ખરા Life artને સમજી ન શકનાર લોકો દલીલ કરતાં હોય છે – શું અમારે કચડાતા જ રહેવાનું ? બીજા દબાવે તેમ દબાતા જ રહેવાનું? અમારે અમારી જિંદગી આ ઢસરડામાં વેડફી દેવાની ? શું અમને અમારું સ્વમાન નથી? બીજું બધું સહન થઈ જાય પણ કડવા શબ્દો અને મેણા-ટોણા શી રીતે સહન થાય ? પણ મારી વાત સાચી છે તો હું એ વાત કેમ જતી કરું? કામ મારે કરવાનું છે. તો હું મારી રીતે જ કરું ને ?