________________
૨૪૨
ઘર એ દુકાન નથી જ. સ્વજનો એ ઘરાક નથી જ.
લવ યુ ડોટર
હું તો તને એ કહેવા માંગું છું કે જો રૂપિયા જેવી નાચીઝ વસ્તુ
માટે પણ
જતું કરવું, ખમી ખાવું અને બીજાને મોટા કરવા આ બધું સરળતાથી..હોંશે હોંશે...
અને આંતરિક આનંદપૂર્વક થઈ શકતું હોય,
તો જીવનના ખરા આનંદને માણવા માટે
સ્વસ્થ અને મસ્ત પારિવારિક જીવન માટે
અને લાંબા ગાળાના નક્કર સારા પરિણામો માટે આ બધું કેમ ન થઈ શકે ?
બેટા,
ભસી તો કૂતરો પણ શકે છે
અને લાત તો ગધેડો પણ મારી શકે છે.
આવું કરીને એ કૂતરો અને ગધેડો
અંતે દુ:ખી જ થતા હોય છે.
બજારમાં બે પૈસા કમાવા માટે પણ
જો Art જરૂરી છે
તો સમજી લેજે
કે જીવનને આનંદનું ઉપવન બનાવવું હોય
તો સીધે સીધું ધાર્યું કરવા જવું,
પોતાની અપેક્ષાને સર્વોત્કૃષ્ટ ગણી લેવી, બીજાની વાત કાપવી,
મોટાઈ મેળવવા માટે ધમપછાડા કરવા એ બિલકુલ ઊંધો રસ્તો છે.