________________
૨૪૪
લવ યુ ડોટર કે લોહીની સગાઈમાં બેદરકારી પોસાય છે. મા-દીકરી એક બીજાને ગમે તે કહી લે, પણ બંને જાણે છે. કે હૃદયનો પ્રેમ અકબંધ છે. અન્યના આંગણે સંબંધોની માવજત કરવી પડે છે. કાળજીથી સંબંધોના ઉછેર થાય એ ખૂબ જરૂરી બની જાય છે. સંબંધોના ઉછેરની બાબતમાં એક great secret એ છે કે સંબંધો સાચવવા હોય તો ક્ષત્રિયવૃત્તિ નહીં પણ રણછોડવૃત્તિ જ ઉપયોગી છે. ઘરની બહાર પણ યુદ્ધ કરવું સારું નથી જ. તો પછી ઘરની તો શું વાત કરવી ? આત્મસમ્માન અને અભિમાન આ બેની ભેદરેખામાં ભલભલા થાપ ખાઈ જતાં હોય છે. આ ગૂંચવાડાને ઉકેલવા કરતાં બીજાના આત્મસમ્માનને પ્રમોટ કરવાનું લક્ષ્ય બાંધી લેવાય, તો આખી દિશા અને દશા જ ફરી જાય. કોઈ મને ચાહે ને સમજે, માણસનો એક જ અભિલાષ. મારી વ્હાલી, માર્ક ટ્વેઇને કહ્યું હતું - “કોઈ મારી કે મારી કૃતિની પ્રશંસા મને સંભળાવે