________________
ART
૨૪૭
થોડી ક્ષણો એમ જ વીતી ગઈ. જાણે વાત બદલતા હોય, એ રીતે ગુરુએ કહ્યું, “આપણે રોજ સવારે દેરાસર જઈએ છીએ ને, ત્યારે એક માણસ પોતાના ઘરમાંથી નીકળીને આપણને પગે લાગે છે. તને ખ્યાલ છે ને ?” “પેલા લંગડા ભાઈ ને ?” “હા, એ કેટલાં વાંકાચૂકા ચાલતા હોય છે ! તે mark કર્યું હશે ને?” “હા, પણ એ ભાઈ લંગડા છે, તો એમ જ ચાલે ને?”
એ બરાબર,
પણ મારી સામે ય એવી રીતે ચાલે? એક મારી સામે સીધા ન ચાલી શકે ?” “આપ આવું કેમ કહો છો ? એમનો પગ લંગડો છે તો એ એમ જ ચાલે ને ?” “બસ વત્સ, તને આટલી વાત સમજાય છે ને? તો સમજી લે કે હમણા જે માણસ ગયો. એની જીભ લંગડી હતી.” My dear માણસમાત્ર અધુરો હોય છે.