________________
WIFEHOOD
બાળકોને પરિવારમાંથી સંસ્કારોનું શિક્ષણ મળવું જોઈએ.
તેની બદલે તેઓ અશાંતિ શીખી રહ્યા છે.
તંગ વાતાવરણ,
એનાથી તંગ મગજ,
એનાથી શારીરિક-માનસિક રોગો,
એનાથી વધતા ખર્ચા,
અને ઘટતી આવક.
પરિણામે
અશાંતિ, આવેશ અને અજંપો...
આધુનિક વિચારોનું આ સાર્વત્રિક પરિણામ છે.
મારી વ્હાલી,
I tell you the top secret
of a married life
પુરુષ અને સ્ત્રીનાં જ મેરેજ ટકી શકે.
બે પુરુષનાં નહીં.
આધુનિક વિચારો
સ્ત્રીને પુરુષ બનવા માટે પ્રેરિત કરે છે.
આધુનિક વિચારોએ એવો menia સર્જ્યો છે.
જેમાં સ્ત્રીની જગ્યા જ નથી બચતી.
‘સ્ત્રી’ જાણે કચરો હોય.
એમ તેઓ વાળી-ઝૂડીને એને સાફ કરી રહ્યા છે.
ક્યાંક કો'ક સ્ત્રી બચેલી દેખાય,
તો એની મશ્કરી કરવાથી માંડીને
એનો વિરોધ કરવા સુધીની ભૂમિકાએ ઉતરી આવવા સુધી તેઓ તૈયાર જ હોય છે.
૨૫૯