________________
ART
૨૪૧
બેટા,
આવી દલીલો તો એક મૂર્ખ માણસ પણ કરી શકે છે. | say clearerએક મૂર્ખ માણસ જ આવી દલીલો કરે છે. સત્ય-અસત્ય અને ન્યાય-અન્યાય આ બધાં જ points ને માળિયે ચડાવીને એક હોંશિયાર સેલ્સમેન ઘરાકને સાચવી લે છે, ને તેના દ્વારા પોતાના Profitના આંકને વધુ ને વધુ ઊંચો લાવી દે છે. સેલ્સ - વર્લ્ડમાં મોટા મોટા વર્લ્ડ રેકોર્સ કરનારાઓએ એક માત્ર આ જ કુશળતાના આધારે કરોડો ડોલર્સની કમાણી કરી લીધી છે. My dear, we have to earn life-pleasure અને આ કમાણી મેં હમણાં કહ્યું તે life art થી જ થઈ શકે છે. ઘરાકને જુઠ્ઠો સાબિત કરીને એની વાત અને ફરિયાદ કઈ રીતે ખોટી છે એ પુરવાર કરીને પોતે સાવ સાચો છે એવું ઠસાવવા માટે મરણિયો બનતો સેલ્સમેન હકીકતમાં ઘરાકને ગુમાવે છે. અને As a result પોતાની કમાણી ગુમાવે છે. મારી વ્હાલી,