________________
HOME
૨૩૭
છગને તરત જવાબ આપ્યો,
એ જ કે ઘર જેવું ઉત્તમ સ્થાન બીજું કોઈ જ નથી.”
એક કહેવત છે – ધરતીનો છેડો ઘર. બીજી કહેવત છે – ઘર એ ઘર, બીજા બધાં દર. શરત એટલી જ કે આપણી કોઈ ભૂલથી ઘર પોતે જ દર ન બની જાય. ઘરને “હાય” બનાવવું કે હાશ’ બનાવવું એ વાત નારીના હાથમાં હોય છે. સમજુ નારી ઘરને એવું સ્વરૂપ બક્ષે છે જ્યાં આ કાવ્યનો સાક્ષાત્કાર થાય છે.
બળ્યો ઝળ્યો હું
આવ્યો ઘરે માંડવે મધુમાલતી
– મુરલી ઠાકોર