________________
૨૩૨
લવ યુ ડોટર રાચરચીલા સુધીના ખર્ચાઓ ખરેખર કમર તોડી નાખે છે. જુદું ઘર, જુદો ધંધો, જુદો વ્યવહાર, જુદી ખરીદી આ બધું જ્યારે પોતાનું પોત પ્રકાશે ત્યારે માણસને પોતાની ભૂલ સમજાય છે. પણ પછી મિયા પડ્યા પણ તંગડી ઊંચી – આ ન્યાયે બધી જ હાડમારી વેઠીને પણ માણસ પોતાના “અહમ્ ને અકબંધ રાખે છે. યાદ આવે હિતશિક્ષા છત્રીશી – નાતિ સગાંના ઘર છાંડીને એકલડાં નવ વસીએ.
There are so much benifits
of the joint family. But I know તું કાંઈ એવી સ્વાર્થી નથી કે આ Benifits માટે જ Joint familyને પસંદ કરે મારી દીકરી, એક સન્નારી માટે તો Joint familyને જ પસંદ કરવા માટે
આ એક જpoint enough છે. કે એક “મા”ને એના દીકરાથી અલગ કરી દેવી એ એક નીચ કક્ષાનો અપરાધ છે. દુનિયાનું કોઈ બહાનું આ અપરાધને સાચો ઠેરવવા માટે સક્ષમ નથી.