________________
આ જ શ્લોકને
સંસારજીવનમાં પણ
FAMILY
વડીલોના વિનયના સંદર્ભમાં લાગુ કરવામાં આવે
તો લાખો ઘરભંગ થતા
અટકી જાય તેમ છે.
આપણે ત્યાં આ બધી પરંપરા
પરાપૂર્વથી ચાલી જ આવતી હતી,
પણ આજે
માણસે પોતે જ આ જ્ઞાનસ્રોતોની અવગણના કરી છે.
એ ફી દઈ દઈને જે ભણી રહ્યો છે
એ Education
આ જીવનોપયોગી બાબતોમાં અભણ બનાવે તેવું છે.
બેટા,
આજના કાળે મોટા ભાગના લોકોને પજવતો કોઈ પ્રશ્ન હોય, તો એ આર્થિક પ્રશ્ન છે.
બજાર તૂટતા જાય છે.
રોજગારીની તકો ઓછી થતી જાય છે.
અને દરેકે દરેક ક્ષેત્રોમાં મોંઘવારી વધતી જ જાય છે.
આ સમસ્યાનું વ્યક્તિગત Level પર કોઈ સમાધાન હોય
તો એ છે Joint family.
Naturaly એમાં ખર્ચો ઘણો ઓછો આવે છે.
ઘણી બધી બાબતોમાં તો
ખર્ચ અડધાથી પણ ઓછો થઈ જાય છે. જુદા થવામાં તો
ભાડા અને મેઇન્ટેનન્સથી માંડીને
૨૩૧