________________
૨૧૮
લવ યુ ડોટર તો ય એની સચ્ચાઈનું સાક્ષી કોણ? કદાચ કોઈનું મન ચંચળ બન્યું હોય, તો ય જેની શરમ એને રોકે એવું ઘરમાં કોણ? મારી વ્હાલી, સંયુક્ત પરિવારમાં સુરક્ષિત પત્ની માટે પતિને જે વિશ્વાસ હોય છે, તેનો સોમા ભાગનો વિશ્વાસ પણ એકલી પત્ની માટે નથી હોતો, અને તે સહજ પણ છે, ચારે બાજુનું વાતાવરણ... આસપાસમાં બનતી ઘટનાઓ... એકાંત અને અનુકૂળતાની લપસણી ભૂમિ... અને ચંચળ મન. આ બધું જાણતો પતિ કોઈ નબળી સંભાવના કરે એમાં એનો કોઈ જ દોષ નથી. બેટા, સુખી દામ્પત્યજીવનનું મૂળ વિશ્વાસ છે. વિભક્ત પરિવારમાં આ વિશ્વાસનો શ્વાસ સતત અદ્ધર હોય છે. પરિણામે પરસ્પરનો પ્રેમ સતત ઘટતો જાય છે અને જીવન એક સહરાનું રણ બનીને રહી જાય છે. એકલી સ્ત્રી કદાચ બધી રીતે સારી હોય તો ય એને soft target બનાવીને કોણ ક્યારે શું કરી નાંખે એનો શું ભરોસો?