________________
૨૨૦
લવ યુ ડોટર
ત્યાં તો સાસુએ ઠંડી શક્તિથી દીકરાને કહી દીધું,
“ધીરુ, આજે દાળ મેં બનાવી છે.
બોલ, કહેવું છે કાંઈ ?”
વાત પૂરી.
ધીરુભાઈ ધીરા પડી ગયાં.
સંયુક્ત પરિવાર બાળકોનો હૂંફ આપે છે.
સંવાદ અને સૌહાર્દ આપે છે.
બાળક જુએ છે કે મમ્મી-પપ્પા
વડીલોનો કેવો વિનય કરે છે !
એમની કેવી કેવી સેવા કરે છે !
દાદા-દાદીની હાજરીમાં મમ્મી-પપ્પાનું બોલવું-ચાલવું
એ કેટલું બધું મર્યાદાસભર થઈ જાય છે. !
કાકા પપ્પા સાથે કેવો શાલીન વ્યવહાર કરે છે !
દાદીની તબિયત સારી નથી
તો આખું ઘર કેવું એમની પાછળ લાગ્યું છે !
મમ્મીને આજે જરા સુસ્તી હતી
તો કાકીએ કેવા એમને કિચનમાંથી બહાર કાઢીને
સોફા પર સૂવાડી દીધાં !
my dear,
આજે બાળકોને visual education આપવાની હિમાયતો ચાલી છે.
School Hi Smart boord 14
તે School forward ગણાય છે.
But let me say
joint family is the great smart board.
જેમાંથી બાળકોને મોટા ભાગનું જીવનોપયોગી શિક્ષણ
Not only visual Form Hi