________________
એક વાત સમજી લેજે બેટા,
ન્યાય અન્યાય
તર્ક – વિતર્ક સાચું - ખોટું
ચાલે – ન ચાલે
-
=
FAMILY
આ બધું ગણિત પ્રેમ અને આત્મીયતામાં હોતું જ નથી.
પ્રેમને ગણિત આવડતું જ નથી.
પેલી કવિતા તે સાંભળી હશે -
રૂપિયા આના પાઇનો તું છોડ સરવાળો હવે,
આ તો પ્રેમનો વેપાર છે હંમેશા ખોટ કરશે.
ખરેખર મારી વ્હાલી,
પ્રેમના વેપારમાં
ખોટ એ જ કમાણી હોય છે.
તું જ વિચાર કર બેટા.
બીજાની નબળી સ્થિતિમાં
તર્કની ભાષામાં તડાફડી કરતી વ્યક્તિ
પોતાની જરૂર વખતે
ખોળો પાથરીને લાગણીની માંગણી કરે
એ કેવું લાગશે ?
Always remember the example of the finger,
ભલે ઘવાયેલી છે.
પાકેલી છે.
લબકારા મારે છે,
અસહ્ય વેદના આપે છે.
પણ
મારી છે.
૨૨૭