________________
૨૦૮
લવ યુ ડોટર
કુંભારનો દીકરો કુંભાર બનતો.
મજબૂત જ્ઞાતિવ્યવસ્થાના કારણે આવનારી પેઢીઓમાં આનુવંશિક ગુણધર્મો
બરાબર ઉતરી આવતા.
દરેકને પોતપોતાના વેપાર-ઉદ્યોગની કુશળતા જન્મજાત મળી જતી.
એ કુશળતાનો સમાજ અને દેશને લાભ મળતો. રોજગારના અવકાશો બધાં માટે
તૈયાર જ રહેતા,
બાર-ચૌદ વર્ષનો દીકરો તો કમાવા ય લાગતો. આજે જે મોંઘવારી, બેકારી અને મંદીમાં આખો દેશ ભીંસાઈ રહ્યો છે,
એમાં આ જ્ઞાતિવ્યવસ્થા અને લગ્નવ્યવસ્થાની
અવગણનાનો પણ બહુ મોટો ફાળો છે. એક બાજુ આ વ્યવસ્થાઓને
તોડી પાડવી
અને બીજી બાજુ બેકારી ભથ્થા જેવી વ્યવસ્થા કરવી આ બધું હાસ્યાસ્પદ તો છે જ.
ગંભીરતાથી વિચાર કરવા જેવું પણ છે.
મારી વ્હાલી,
આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થામાં
રોજગારની સુરક્ષા હતી
તેમ સદ્ગુણો અને સ્વાસ્થ્યની પણ સુરક્ષા હતી.
લાંચ અને ભ્રષ્ટાચારમાં આજે આખો દેશ
ખરાબ રીતે સપડાઈ ગયો છે