________________
૧૯૮
લવ યુ ડોટર
મુંબઈના એક બહુ મોટા વેપારીએ
દીકરીના લગ્ન ગોઠવ્યા.
ખુદ મુખ્યપ્રધાન પણ જેના ઘરે વગર બોલાવે આવે
એટલું મોટું એ નામ હતું.
એકની એક દીકરી હતી.
કરોડો કરોડો રૂપિયા
પપ્પાએ એના લગ્નમાં લગાવી દીધા હતાં,
પણ લગ્નના આગલા દિવસે જ
એ દીકરી ગાયબ થઈ ગઈ.
શોધાશોધ કરી કરીને આખો પરિવાર થાકી ગયો.
લગ્ન મોકુફ રહ્યા,
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ફોક થયાં.
સગાં-સંબંધી-આમંત્રિત મહેમાનો
બધાંને જવાબ આપવો ભારે પડી ગયો.
કોઈને મોઢું બતાડવું પણ મુશ્કેલ થઈ ગયું. મારી વ્હાલી,
Can you imagine ?
એ પપ્પાના હૃદયને કેટલો આઘાત લાગ્યો હશે ?
કાળજાના કટકા જેવી
આંખોના તારા જેવી
લાડલી દીકરીની પાછળ બાવીસ-બાવીસ વર્ષો સુધી અડધા-અડધા થઈ ગયેલા બાપને
દીકરી આવી લપડાક લગાવીને જતી રહે
એ કેટલી મર્મવેધક ઘટના છે !
આજે અગણિત મા-બાપો એવા છે.