SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ લવ યુ ડોટર મુંબઈના એક બહુ મોટા વેપારીએ દીકરીના લગ્ન ગોઠવ્યા. ખુદ મુખ્યપ્રધાન પણ જેના ઘરે વગર બોલાવે આવે એટલું મોટું એ નામ હતું. એકની એક દીકરી હતી. કરોડો કરોડો રૂપિયા પપ્પાએ એના લગ્નમાં લગાવી દીધા હતાં, પણ લગ્નના આગલા દિવસે જ એ દીકરી ગાયબ થઈ ગઈ. શોધાશોધ કરી કરીને આખો પરિવાર થાકી ગયો. લગ્ન મોકુફ રહ્યા, સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ફોક થયાં. સગાં-સંબંધી-આમંત્રિત મહેમાનો બધાંને જવાબ આપવો ભારે પડી ગયો. કોઈને મોઢું બતાડવું પણ મુશ્કેલ થઈ ગયું. મારી વ્હાલી, Can you imagine ? એ પપ્પાના હૃદયને કેટલો આઘાત લાગ્યો હશે ? કાળજાના કટકા જેવી આંખોના તારા જેવી લાડલી દીકરીની પાછળ બાવીસ-બાવીસ વર્ષો સુધી અડધા-અડધા થઈ ગયેલા બાપને દીકરી આવી લપડાક લગાવીને જતી રહે એ કેટલી મર્મવેધક ઘટના છે ! આજે અગણિત મા-બાપો એવા છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy