________________
ENGAGEMENT
જેમને દીકરી જીવનભરનું દુઃખ આપીને ગઈ છે.
અગણિત પિતાઓએ
દીકરીએ ઉઠાવેલા ગલત કદમથી
શરમિંદા થઈને આપઘાત કર્યો છે.
થોડા સમય પહેલા
કાંકરિયાના તળાવમાંથી એક મડદું કાઢવામાં આવ્યું,
એની Death-note મળી આવી
એમાં આ જ કારણ લખેલું હતું.
તને કદાચ ખબર નહીં હોય બેટા,
હજી તો દીકરી ઢીંગલીથી રમતી હોય ને,
ત્યારથી એના પિતાને
એના માટે સારો વર શોધવાની
એના માટે સ્વર્ગ જેવું ઘર શોધવાની
ચિંતા સતાવતી હોય છે.
રાત અને દિવસ
મારી દીકરી કેમ સુખી થાય
એ જ વિચારધારામાં તણાતા પિતાની
આ લાગણીની કોઈ જ કિંમત નહીં ?
New generationની પાસે
આ common logic હોય છે.
“અમારે આખી Life Spend કરવાની છે. આ બાબતમાં
અમારી જ choiceનું Importance હોવું જોઈએ.”
Well,
પણ એ choice પર
Mostly આખી લાઇફ સ્પેન્ડ ન થતી હોય,
૧૯૯