________________
૨૦૦
લવ યુ ડોટર
કે સારી રીતે સ્ટેન્ડ ન થતી હોય
તો શું કરવાનું ?
બેટા,
આ હું નથી કહેતો.
આજનું સૂક્ષ્મ સર્વેક્ષણ કહે છે.
કૉલેજના બટકબોલા કે દેખાવડા છોકરા સાથે
જિદ્દ કરીને કે ભાગી જઈને
પરણી જનાર આજની કન્યાઓને
જ્યારે સંસ્કારભેદની સચ્ચાઈનો સામનો કરવાનો આવે ત્યારે પળે પળે આંખે પાણી આવી જતાં હોય છે.
જીવનના જે સુખ માટે હિતેચ્છુઓ અને ઉપકારીઓની
લાગણીઓને ઠુકરાવી,
સામાજિક નીતિને કચડી,
ધર્મસંસ્કારોને અભરાઈએ ચડાવી દીધાં,
એ સુખ જ જો સ્વપ્ન બની જતું હોય,
તો પછી આટ-આટલા અપરાધો શા માટે ?
હાથે કરીને દુઃખી થવા માટે ?
મારી વ્હાલી,
‘મા-બાપ તમારા દુશ્મન છે’
આવું યુવા-પેઢીના મગજમાં ઠસાવતી
ફિલ્મી લવ-સ્ટોરીઓ પણ
આ હોનારતો માટે જવાબદાર છે.
કદાચ
આજની દુનિયાનું સર્વોત્કૃષ્ટ દુશ્મન આજનું પ્રસારતંત્ર છે.