________________
ENGAGEMENT
જે કરોડોની આંખમાં, કાનમાં અને મનમાં
ઝેર રેડી રહ્યું છે.
માણસને ખબર પણ ન પડે
એ રીતે મીડિયા એનું Brain wash કરે જાય છે.
પછી એ માણસને
મિત્ર દુશ્મન લાગે છે
ને દુશ્મન મિત્ર લાગે છે.
સાચી વાત ખોટી લાગે છે
ને ખોટી વાત સાચી લાગે છે.
યાદ આવે મહાભારત
न कालो दण्डमुद्यम्य, शिरः कृन्तति कस्यचित् ।
कालस्य बलमेतावद्, विपरीतार्थदर्शनम् ॥
આપણે કહીએ છીએ - કાલ રુઠ્યો.
આનો અર્થ શું છે ?
કાળ કાંઈ શસ્ત્ર લઈને
–
કોઈનું માથું નથી કાપી નાંખતો.
કાળનું બળ તો આટલું જ છે,
કે એ માણસને બધું ઊંધું દેખાડે છે.
એક વાર એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે કાળનું કામ પૂરું.
પછી તો માણસ પોતે જ
પોતાની બરબાદી નોંતરી દે છે.
બેટા,
થોડા સમય પહેલા
મુંબઈના એક પ્રતિષ્ઠિત સમાજની દીકરી
કૉલેજથી બારોબાર એના બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ.
૨૦૧