SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ લવ યુ ડોટર રાતોરાત લગ્ન થઈ ગયા. માતા-પિતાની જાણે અડધી કતલ થઈ ગઈ. થોડા દિવસ તો એ છોકરાએ એને રાખી, પછી એ ફરવાના બહાને એને દુબઈ લઈ ગયો. ક્યાંક એને મૂકીને ફરાર થઈ ગયો. એની રાહ જોઈ જોઈને એ છોકરી થાકી ત્યારે એને કહેવામાં આવ્યું કે એને ૧૭ લાખ રૂપિયામાં વેંચવામાં આવી છે. એના માથે જાણે આકાશ તૂટી પડ્યું. રડી રડીને એની આંખો સૂઝી ગઈ. એને માર-પીટ કરીને વેશ્યા બનાવવામાં આવી. રાક્ષસ જેવા માણસો એના પર કાળી યાતના ગુજારવા લાગ્યા. એ એક જાતની જેલમાં હતી. ત્રાસ અસહ્ય બન્યો, ને એક દિવસ એ લાગ જોઈને ભાગી, ગુંડાઓ એને પકડી પાડે એ પહેલા એ ફક્ત એક કૉલ કરવામાં સફળ થઈ. “મમ્મી, I'm very sorry. મેં જે ભૂલ કરી એની ખૂબ સજા હું ભોગવી ચૂકી છું. હવે મારાથી વધુ સહન થાય તેમ નથી. આ આપણી છેલ્લી મુલાકાત છે. હવે હું સુસાઈડ કરી રહી છું. I'm realy very sorry.” બેટા, ઘરે લસણ પણ ન ખાનાર કન્યાને
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy