________________
DRESS
આરોગ્યને પણ હાનિ કરે છે.
કેડ પરના ચુસ્ત વસ્ત્રોથી પેટનો ભાગ દબાયેલો રહે છે, એનાથી પાચનક્રિયા બરાબર થતી નથી.
છાતી પરના ચુસ્ત વસ્ત્રોથી છાતી અને ફેફસા દબાય છે તેથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા બરાબર થતી નથી.
મારી વ્હાલી,
સ્ત્રી અને પુરુષ
બંને માટે ચુસ્ત વસ્ત્રોની આ સમસ્યા Common છે.
વિદેશના સંશોધક વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો
એમના દર્દીઓને ખુલતા વસ્ત્રો પહેરવાની સલાહ
ક્યારના ય આપવા માંડ્યા છે.
ધોતિયાથી ધોતિયા સુધીની આ યાત્રામાં
અત્યારે કદાચ અમે વચ્ચે ઊભા છીએ.
આ સંદર્ભમાં તને એક સરસ ઉદાહરણ આપું.
English toilet.
હસજે પછી બેટા, પહેલા સમજી લે.
વિજ્ઞાનીઓએ પ્રમાણિત કર્યું છે
કે શૌચ જવાની
આપણી પારંપારિક મુદ્રા આસન એ સર્વ શ્રેષ્ઠ છે.
કારણ કે એ આસનમાં ઉત્સર્ગ–અવયવોને
મળનિકાલ કરવામાં મહત્તમ સરળતા રહે છે.
વાયુનો પ્રચાર પણ અનુકૂલ રીતે થઈ શકે છે. તને ખબર હશે
આપણા શરીરનું દરેક સરક્યુલેશન વાયુના કારણે થાય છે. આપણે જેને પ્રેશર કે મોશન કહીએ છીએ,
૬૫