________________
७८
ઝ
લવ યુ ડોટર
તને ખબર છે બેટા ?
માણસ દલીલ કેમ કરે છે ?
પોતાને સારા અને મહાન સાબિત કરવાની
ભીતરી સૂક્ષ્મ વૃત્તિ માણસને દલીલ કરવા પ્રેરે છે.
પણ દલીલ કરનાર
કદી સારો કે મહાન નથી લાગતો,
ઉલટાનો ખરાબ લાગે છે.
હા,
જો એ નિખાલસતાથી કહી શકે,
કે “હું ઘણી વાર ભૂલ કરતો હોઉં છું.
બની શકે કે મારી ભૂલ થતી હોય
અને તમે સાચા હો.”
તો એ Definately સારો અને મહાન લાગે.
હકીકત એ છે મારી વ્હાલી,
કે જે સારો અને મહાન હોય છે,
એ જ આ શબ્દો બોલી શકે છે.
છગન રસ્તા પરથી જતો હતો. રસ્તામાં એણે એક ટોળું જોયું.
છગને નજીક જઈને જોયું,
તો ટોળાની આગળ એક ગધેડો હતો,
એ ગધેડાની પૂંછડી એક છોકરાએ પકડી હતી.
ને ગધેડો એ છોકરાને ધડાધડ લાતો પર લાતો મારતો હતો.
લોકો થોડા દૂરથી બૂમાબૂમ કરતાં હતાં.
છગન જરા હિંમત કરીને થોડો નજીક ગયો
અને છોકરાને કહેવા લાગ્યો,
“અલ્યા, છોડી દે ગધેડાની પૂંછડી.”