________________
૧૬૪
લવ યુ ડોટર આ બધી વસ્તુઓના યાંત્રિક વિકલ્પો જ અપનાવવા, ને પછી શરીરને જરૂરી કસરતો પૂરી પાડવા માટે જીમમાં જઈને બીજા યાંત્રિક વિકલ્પોનો ઉપયોગ કરવો અને એમાં પોતાની આધુનિકતા સમજવી એ આજના વિશ્વની બહુ મોટી ગેરસમજ છે. આ રીતે આર્થિકતંત્ર, સામાજિકતંત્ર કે શારીરિકતંત્ર લાંબું ચાલી જ ન શકે. આજે અમેરિકાની ૯૦% પ્રજા દેવાદાર છે. whi 241 Wrong sytemબહુ મોટો ફાળો છે. એક દિવસ એવો જરૂર આવશે જે દિવસે ટ્રક અને ટ્રેક્ટરનું સ્થાન ફરી બળદગાડું લઈ લેશે. પણ આ તો વૈશ્વિક સ્તરની વાત છે, આપણા જીવનમાં વ્યક્તિગત સ્તરે એ દિવસ આજે પણ આવી શકે છે. મારી વ્હાલી, આજે અર્થતંત્રના પ્રશ્નો કે ઊર્જાસ્રોતોના પ્રશ્નો વિકટ છે. પણ એથી પણ વિકટ છે ચારિત્રનો પ્રશ્ન. યંત્રો અને નોકરોને બધું જ કામ સોંપીને નવરી પડેલ વ્યક્તિ ચારિત્રનું નખ્ખોદ વાળે છે. આ એવી સ્થિતિ છે જેમાં શરીર તો તૂટે છે ઘરની સુખ-શાંતિ પણ તૂટે છે. પૈસા તો ખૂટે છે, પારિવારિક પ્રેમ પણ ખૂટે છે. છૂટા-છેડાની નોબત વાગવા લાગે છે. ને બાળકો સાવ જ રઝળી પડે છે.