________________
૧૮૪
લવ યુ ડોટર આ તો હોય છે ક્ષણિક આવેગ. એ બહુ જલદી ઓસરી જાય છે. પછી જુદી જ્ઞાતિ-જુદો સમાજજુદાં સંસ્કાર-જુદી રીતભાત-જુદાં રિવાજ આ બધી જુદાઈ ધીમે ધીમે બંનેને જુદાં કરતી જાય છે. અને છૂટાછેડાની નોબત આવીને ઊભી રહે છે. પછી 2nd hand બનેલી એ નારી બીજી વાર જ્યાં પરણે
ત્યાં એણે સમાધાન જ કરવાનું હોય છે. સુરતના એ પિતાનો કોઈ જ દોષ ન હતો, હું તો કહું છું, કે એ કન્યાનો પણ કોઈ દોષ ન હતો, એ જે સ્થિતિમાં હતી ત્યાં આવું થવું સહજ જ હતું. બધો જ દોષ આ systemનો હતો.
જ્યાં વાસનાના ઘોડાપૂરોમાં જુવાન સ્ત્રી એકલી ઘરની બહાર નીકળે, પુરુષો વચ્ચે મુસાફરી કરે, તેમની સાથે કામ કરે, તેમની સાથે હળે-મળે, કોણ બચે ? આ સ્થિતિમાં જે સ્ત્રી કે પુરુષ પૂરેપૂરા બચી જાય, જેમનું મન સુદ્ધાં ન બગડે, એમને આ સમયના ભગવાન માનવા જોઈએ.